મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતો કારીગર અચાનક ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોત

સુરત સહિત ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવોમાં વધી રહ્યાં છે. ત્યારે કતારગામ વેડ રોડ વિસ્

સુરત સહિત ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવોમાં વધી રહ્યાં છે. ત્યારે કતારગામ વેડ રોડ વિસ્તારમાં એક વ્યક્તિ અચાનક ઢળી પડ્યો હતો. પંડોળમાં આવેલા એક ડાયમંડના કારખાનામાં વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. કામ કરી રહ્યો હતો. આ દરમિયાન કર્ચમારી ઢળી પડતાં તેનું મોત નીપજ્યું હતું.મૃતકનું નામ વિનુભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે. એકાએક જ કામ કરતાં સમયે હાર્ટ અટેક આવ્યો હતો. મૃતક વિનુભાઈ પટેલ ડાયમંડ ચેકર તરીકે કામ કરતા હતા. વિનુભાઈને હાર્ટ અટેક આવ્યા બાદ સારવાર માટે હોસ્પિટલે લઈ જવાયા હતાં. જો કે હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. જેથી મૃતકના પરિવાર સહિત કારખાનામાં કામ કરતાં લોકોમાં ભયની સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ સમાચાર શેર કરો