મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતમાં મહિલાઓની દાદાગીરી, બસ સાથે મોપેડ અથડાવ્યા બાદ ડ્રાઈવરને ઝીંકી દીધા તમાચા

સુરતમાં મહિલાઓ દાદાગીરી કરતી જોવા મળી હતી. અડાજણ સ્ટાર બજાર પાસે મહિલાઓએ આગળ જઈ રહેલી બસ સાથે

સુરતમાં મહિલાઓ દાદાગીરી કરતી જોવા મળી હતી. અડાજણ સ્ટાર બજાર પાસે મહિલાઓએ આગળ જઈ રહેલી બસ સાથે મોપેડ અથડાવ્યું હતું. જેથી એસટી બસના ચાલક યુવરાજસિંહ સોલંકી દ્વારા એકાએક બ્રેક મારવામાં આવી હતી. જેથી પાછળથી અથડાયેલી મહિલાઓને ટકોર કરી હતી. જેથી પોતાનો વાંક સ્વીકારવાની જગ્યાએ મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. હોબાળો મચાવ્યા બાદ વગર વાંકે એસટી ડ્રાઈવરને માર માર્યો હતો. જાહેરમાં તમાચા ઝીંકી દેવાયા હતાં. હાલ સમગ્ર મામલે અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ રામ મંદિરની સુરક્ષામાં ચૂક, કેમેરાવાળા ચશ્મા પહેરી ઘુસી ગયો વડોદરાનો વેપારી, મંદિર પરિસરમાં હડકંપ

આ સમાચાર શેર કરો