મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં બાળકી સાથે છેડતી કરનારને મેથીપાક, જાહેરમાં મહિલાઓએ ઝીંક્યા તમાચા

સુરતમાં માસૂમો સાથેના અત્યાચારમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે લિંબાયત વિસ્તા

સુરતમાં માસૂમો સાથેના અત્યાચારમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે લિંબાયત વિસ્તારમાં એક બાળકીને છેડતી કરવામાં આવી રહી હતી. આ અંગેની જાણ થતાં જ નરાધમ યુવકને લોકોએ ઝડપી લીધો હતો. બાદમાં જાહેરમાં મેથીપાક આપવામાં આવ્યો હતો. સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયાં હોવાથી આરોપીને મહિલાઓએ પણ તમાચા ઝીંકી દીધા હતાં. ત્યારબાદ આરોપીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. લિંબાયત પોલીસે નરાધમને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, હાલ નરાધમને મરાતા મારનો વીડિયો સોશિયલ મીડિયમાં વાઈરલ થઈ રહ્યો છે. 

આ પણ વાંચોઃ સુરતના ડુમસની 5 હજાર કરોડની જમીન કૌભાંડમાં આંખ આડા કાન,સિટી સરવે સુપ્રિન્ટેન્ડેન્ટ 29 દિવસની રજા પર

આ સમાચાર શેર કરો