મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પાટણ પાલિકામાં મહિલાઓનો હલ્લાબોલ, પ્રાથમિક સુવિધા ન મળતા કરી ઉગ્ર રજૂઆત

પાટણમાં મહિલાઓ પ્રાથમિક સુવિધાઓ મુદ્દે નગરપાલિકામાં રેલી સ્વરૂપે પહો

પાટણમાં મહિલાઓ પ્રાથમિક સુવિધાઓ મુદ્દે નગરપાલિકામાં રેલી સ્વરૂપે પહોંચીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કારોબારી ચેરમેનની ઓફિસમાં મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો. 

 મહિલાઓએ રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા

પ્રાપ્ત માહિતી મુજબ પાટણનાં અંબાજી નેળીયા વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ, ભૂગર્ભ ગટર અને રસ્તાની સમસ્યા દૂર કરવા ની માંગ સાથે સ્થાનિક મહિલાઓ રેલી સ્વરૂપે પાલિકા કચેરી પહોંચી હતી અને કારોબારી ચેરમેનની ઓફિસમાં હલ્લાબોલ કર્યો હતો. મોટી સંખ્યામા મહિલાઓએ રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. કારોબારી ચેરમેને મહિલાની રજૂઆત સાંભળીને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપ્યું હતું.

આ સમાચાર શેર કરો