Video: વેરાવળમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલી મહિલાનો આપઘાત, જાણો કેટલા રૂપિયા પડાવ્યા?
વેરાવળમાં સાયબર ફ્રોડ અને ડીજીટલ એરેસ્ટનો ભોગ બનેલી મહિલાએ આપઘાત કર્યો છે. મહિલાએ ગભરાઈ
વેરાવળમાં સાયબર ફ્રોડ અને ડીજીટલ એરેસ્ટનો ભોગ બનેલી મહિલાએ આપઘાત કર્યો છે. મહિલાએ ગભરાઈ જઈને ઝેરી ટીકડા ખાઈ લેતા તેણીનું મોત નીપજ્યું હતું. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ગીર સોમનાથ જીલ્લાના વડા મથક વેરાવળમા થોડા દિવસો પહેલા વેરાવળના અગ્રણી વેપારી અશોકભાઈ ચોલેરાના પત્ની પૂજાબેન ચોલેરાને વોટ્સએપ પર કોલ આવ્યો હતો, જેમાં ઇ ચાંચિયાઓએ ક્યુઆર કોડ મારફતે 1.15 લાખની રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ વધુ પૈસાની માંગણી કરી તેમને બદનામ કરવાની ધમકી આપતા પૂજાબેન માનસિક ત્રાસ અનુભવી રહ્યા હતા અને ગભરાઈને ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બાબતે અશોકભાઈ ચોલેરાની ફરિયાદને આધારે પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.




