મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉમરેઠમાં મહિલા ચીફ ઓફિસરને શખ્સે જાહેરમાં માર્યા લાફા, જાનથી મારી નાખવાની આપી ધમકી

આણંદ જિલ્લાના ઉમરેઠમાં સરકારી જગ્યામાં મંજૂરી વિના ગેરકાયદેસર રીતે લગાવાયેલા હોર્ડિંગ્સ ઉતારવા ગયેલી પા

આણંદ જિલ્લાના ઉમરેઠમાં સરકારી જગ્યામાં મંજૂરી વિના ગેરકાયદેસર રીતે લગાવાયેલા હોર્ડિંગ્સ ઉતારવા ગયેલી પાલિકાની ટીમ ઉપર હુમલો થયાની ઘટના સામે આવી છે.

પાંચ શખ્સોએ  અપશબ્દો બોલી પાલિકાની ટીમ સાથે ઝઘડો કર્યો 

મળતા અહેવાલ પ્રમાણે પાંચ શખ્સોએ  અપશબ્દો બોલી પાલિકાની ટીમ સાથે ઝઘડો કર્યો હતો. જે ઉગ્ર બનતાં આ પાંચ પૈકી એક શખ્સે પાલિકના મહિલા ચીફ ઓફિસરને જોરથી લાફો મારી દીધો હતો.

આ પણ વાંચો: મહેસાણાની પ્રખ્યાત 4 હોસ્પિટલોને દંડ, PMJAY યોજના હેઠળ દર્દીઓ પાસેથી ડકાર્યા હતા લાખો રૂપિયા

ત્રણથી ચાર લાફા મારી, જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી

જ્યારે, બીજા એક શખ્સે પાલિકાકર્મીને ત્રણથી ચાર લાફા મારી, જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી, સરકારી ફરજમાં અડચણ ઉભી કરી હતી. આ અંગે ચીફઓફિસરની ફરીયાદને આધારે ઉમરેઠ પોલીસે પાંચેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો