VIDEO: કોણ હશે PM મોદીનો વારસ? કેજરીવાલના આરોપો બાદ વડાપ્રધાને આપ્યો જવાબ
બિહારના મહારાજગંજમાં જનસભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યુ છે. પીએમ મોદીએ કહ્યું કે, મારો પોતાનો કોઇ વારસો નથ

બિહારના મહારાજગંજમાં જનસભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યુ છે. પીએમ મોદીએ કહ્યું કે, મારો પોતાનો કોઇ વારસો નથી, મારો વારસો પણ તમે છો અને મારા વારસ પણ તમે જ છો. મહત્ત્વપૂર્ણ છે કે અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા છે.
મહત્ત્વપૂર્ણ છે કે અરવિંદ કેજરીવાલે મંગળવાર સવારે જ દાવો કર્યો કે પીએમ મોદીએ અમિત શાહને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા છે. કેજરીવાલે કહ્યું કે અમિત શાહને પીએમ મોદી વડાપ્રધાન બનાવશે.
દિવસ-રાત મહેનત કરીશ- પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું, "હું તમને ગેરંટી આપુ છું, હું તમારા માટે દિવસ-રાત મહેનત કરીશ, પહેલા કરતા પણ વધારે મહેનત કરીશ. મને તમારા માટે, તમારા ભવિષ્ય માટે, તમારા બાળકોના ભવિષ્ય માટે વિકસિત બિહાર બનાવવું છે, વિકસિત ભારત બનાવવું છે. જેમ જેમ 4 જૂન નજીક આવી રહી છે મોદી માટે ઇન્ડિવાળાઓની ગાળો અને નફરતની સંખ્યા વધતી જઇ રહી છે. તેમને સહન નથી થઇ રહ્યું કે મોદીને દેશની જનતા આવતા પાંચ વર્ષ માટે ફરી ચૂંટવા માટે જઇ રહી છે."






