મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: 12 હજાર પગારમાં અમે બીજું મકાન ક્યાંથી લઈશું, તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરે; જંગલેશ્વરના રહીશની વેદના

જંગલેશ્વર વિસ્તારમાં ઐતિહાસિક ડિમોલિશન હાથ ધરાયું છે. છેલ્લા 5 વાગ્યા સુધીમાં 1060

જંગલેશ્વર વિસ્તારમાં ઐતિહાસિક ડિમોલિશન હાથ ધરાયું છે. છેલ્લા 5 વાગ્યા સુધીમાં 1060 જેટલા મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, ત્યારે જેનું મકાન તોડી પડાયું, તેવા ઉસ્માનભાઈ નામના સ્થાનિક પાંચ દાયકાથી જંગલેશ્વર વિસ્તારમાં રહેતા હતા. તેઓએ GSTV સમક્ષ પોતાની વેદના ઠાલવી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માગ કરી છે. ઉસ્માનભાઈએ જણાવ્યું હતું કે હું પાંચ દાયકાથી રહું છું.

અમે કોઈ દિવસ વિચાર્યું પણ ન હતું કે અમારું મકાન તોડી પડાશે. મારો પગાર 12 હજાર છે અને મારુ મકાન તોડી પાડ્યું છે. જેના મકાન પર બુલડોઝર ફેરવાયું છે તેઓ પટ્ટમાં, કોઈક સ્કૂલમાં રહેવા ગયું છે તો કોઈ સગા સંબંધીઓના ઘરે રહેવા ગયા છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તમામ નેતાઓ મત માંગવા આવે છે પરંતુ જ્યારથી ડિમોલિસન શરૂ થયું ત્યારથી એક પણ નેતા અહીં આવ્યો નથી. 

આ સમાચાર શેર કરો