ઈસુદાન ગઢવીનો ભાજપ પર પ્રહાર; ગુજરાતની સરકાર ક્યારે ખેડૂતોના દેવા માફ કરશે?

મહારાષ્ટ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવાના નિર્ણય બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ ગુજરાતના

મહારાષ્ટ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવાના નિર્ણય બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા માટે અવાજ ઉઠાવયો. ઈસુદાન ગઢવીએ આ મામલે કહ્યું કે, મહારાષ્ટ્રની ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફ કરવા જઈ રહી છે તો ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોના દેવા ક્યારે માફ કરશે? તેમણે વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્રની ભાજપ સરકાર કહે છે કે ખેડૂતોના દેવા માફ કરવાની જરૂર છે, તો ગુજરાતમાં તો ખેડૂતો આપઘાત કરી રહ્યાં છે, એમનું શું? શા માટે ભાજપના તાલુકા પ્રમુખ નક્કી કરે કે ક્યા ખેડૂતને વળતર મળશે?

ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ગતરોજ એક ખેડૂતે દેવાના કારણે અને પાક નિષ્ફળ જવાના કારણે આત્મહત્યા કરી.  ગુજરાત સરકારને તેમણે અપીલ કરી કે, તમે અહંકારી ન થાઓ અને ખેડૂતોના દેવા માફ કરો. તેમણે ખેડૂતો માટે સવાલ ઉઠાવતા કહ્યું કે, શું એક કરોડથી વધુ ખેડૂતોની ભાજપને શું ચિંતા જ નથી?

આ સમાચાર શેર કરો

જાહેરાત