VIDEO: કોમ્પલેક્ષમાં પાણી ભરાતા ગરીબોનું અનાજ પલળ્યું
વડોદરાના અકોટા વિસ્તારમાં શ્રી સેવાસ્ય કોમ્પલેક્ષમાં પાણી ભરાતા દુકાનદારોને ભારે નુકસાન જોવા

વડોદરાના અકોટા વિસ્તારમાં શ્રી સેવાસ્ય કોમ્પલેક્ષમાં પાણી ભરાતા દુકાનદારોને ભારે નુકસાન જોવા મળ્યું,..હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે તે પહેલા જ કોમ્પ્લેક્સોમાં પાણી ભરાઈ ગયા.. દુકાનદારોના કહેવા પ્રમાણે અકોટા વિસ્તારમાં આવેલ શ્રી સેવાસ્ય કોમ્પલેક્ષમાં ચોમાસામાં અતિ વરસાદના કારણે પાણી તો આવે જ છે પણ બુલેટ ટ્રેનની જે કામગીરી ચાલી રહી છે તેના લીધે ડ્રેનેજનું પાણી બંધ થતા કોમ્પ્લેક્સમાં પાણી ઘુસી ગયું. 10થી વધુ દુકાનદારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો..ગરીબોને અપાતું અનાજ પણ આ પાણીના કારણે ખરાબ થયું હતુ,



