મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: પશ્ચિમી દેશો ભારતને સૈન્ય ટેકનોલોજી આપવા માંગતા નહોતા; રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવ

રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે પશ્ચિમી દેશ

રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે પશ્ચિમી દેશો પર નિશાન સાધતા જણાવ્યું છે કે, કોઈ પણ પશ્ચિમી રાષ્ટ્ર ભારતને સૈન્ય ટેકનોલોજી વિકસાવવામાં મદદ કરવા ઈચ્છતું નહોતું. રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં તેમણે ઉમેર્યું કે, રશિયા હવે ભારતને માત્ર વસ્તુઓ વેચવાને બદલે સંયુક્ત ઉત્પાદન પર ભાર મૂકે છે, જેની શરૂઆત બ્રહ્મોસ મિસાઈલથી થઈ અને હવે કલાશ્નિકોવ બંદૂકો તથા T-90 ટેન્ક પણ સાથે મળીને બનાવવામાં આવે છે. ભારત હવે હથિયારોની આયાતમાં વિવિધતા લાવવા સાથે સ્વદેશી નિર્માણ અને ટેકનોલોજી ટ્રાન્સફર પર વધુ ભાર આપી રહ્યું છે. જોકે, તેમ છતાં ભારત હજુ પણ રશિયન હથિયારો પર નિર્ભર છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને રશિયા દ્વારા નિર્મિત બ્રહ્મોસ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રુઝ મિસાઈલ છે, જેણે યુદ્ધ જેવી સ્થિતિમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે.srgai 

આ સમાચાર શેર કરો