મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અગ્નિકાંડની પીડિતાની હૈયા વરાળ, રડતા રડતા કહ્યું-આવી સરકાર નથી જોઈતી

રાજકોટ TRP ગેમઝોન અગ્નિ કાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે.ત્યારે તેમાં ભોગ બનેલા એક પીડિતના પરિવારની બહેને રડતા રડતા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિ કાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે.ત્યારે તેમાં ભોગ બનેલા એક પીડિતના પરિવારની બહેને રડતા રડતા હૈયા વરાળ ઠાલવી હતી. પીડિત પરિવારની અટકાયત થતા તેની બહેનમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

સરકાર લાજવા બદલે ગાજી રહી 

અગ્નિકાંડમાં ભોગ બનનારના બહેને જણાવ્યું કે ગુજરાત સરકાર લાજવા બદલે ગાજી રહી છે.મારા ભાઈની અટકાયત કરી છે.અમે ન્યાય માટે લોકોને બંધ કરવા અપીલ કરી રહ્યા છીએ.ત્યારે તેમણે રડતા રડતા કહ્યું કે આવી ગુજરાત સરકાર અમારે નથી જોઈતી, અમે સરકારથી નારાઝ છીએ.

કોંગ્રેસે આ બંધનું એલાન આપ્યું

TRP ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતોના ન્યાય માટે કોંગ્રેસે આ બંધનું એલાન આપ્યું છે. મોટા ભાગની શાળા કોલેજો બંધમાં જોડાઈ છે. વિવિધ વેપારી એસોસિએશન દ્વારા પણ બંધ રાખવાની જાહેરાત કરાઇ છે.શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો