મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુબીર તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ભરઉનાળે પાણી માટે વલખા, અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં

ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ચોમાસામાં અતિભારે વરસાદ પડે છે, પરંતુ વિરોધાભા

ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ચોમાસામાં અતિભારે વરસાદ પડે છે, પરંતુ વિરોધાભાસ એ છે કે ઉનાળો આવતા જ અહીં જળ સંકટ ઘેરો બને છે. ખાસ કરીને સુબીર તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના ગ્રામજનો પાણીના એક-એક ટીપા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ગામડાઓમાં નળમાં પાણી ન આવતા મહિલાઓ અને બાળકો કલાકો સુધી જંગલોમાં ભટકે છે અને નદી-કોતરોમાં ખાડા ખોદી દૂષિત પાણી ભરવા મજબૂર બન્યા છે.

દૂષિત પાણી પીવાને કારણે બાળકોમાં બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે, જે મોટા રોગચાળાની ભીતિ જન્માવે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે પાણી પુરવઠા વિભાગમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે. હવે લોકોની એક જ માંગ છે કે સરકાર 'નલ સે જલ' યોજના હેઠળ છેવાડાના માનવી સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડે, જેથી ડાંગના પહાડી વિસ્તારોની તરસ છીપાઈ શકે.

આ સમાચાર શેર કરો