VIDEO: ડાંગ જિલ્લામાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
ડાંગ જિલ્લામાં ગરમીનો કહેર યથાવત રહ્યો છે, સતત બીજા દિવસે તાપમાન 43 ડિગ

ડાંગ જિલ્લામાં ગરમીનો કહેર યથાવત રહ્યો છે, સતત બીજા દિવસે તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આહવા, વઘઈ અને સાપુતારા સહિતના વિસ્તારોમાં બપોરના સમયે રસ્તાઓ લગભગ સૂમસામ જોવા બની જાય છે. લોકો ગરમીથી બચવા ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. ભારે ઉકળાટ અને તાપમાનના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. ગરમીથી રાહત મેળવવા લોકો શેરડીના રસ અને લીંબુ શિકંજીનો સહારો લેતા જોવા મળે છે.




