મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadના ચાંદખેડામાં પાણીની સમસ્યા, એક મહિનાથી પાણી ન મળતા સ્થાનિકો રોષે ભરાયા

ચાંદખેડામાં નારગિકો માટે પાણી સૌથી મોટો પ્રશ્ન બન્યો છે. માહિતી અનુસાર ચાંદખેડા વિસ્તાર

ચાંદખેડામાં નારગિકો માટે પાણી સૌથી મોટો પ્રશ્ન બન્યો છે. માહિતી અનુસાર ચાંદખેડા વિસ્તારમાં 50થી વધુ સોસાયટીઓ પાણી માટે વલખાં મારી રહી છે. છેલ્લા એક મહિનાથી પાણીનો જથ્થો ન મળતા સ્થાનિકોમાં આક્રોશ છે. ત્યારે એક મહિનાથી ચાંદખેડા વિસ્તારમાં પાણીની સમસ્યા હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. લોકોએ વેંચાતા પાણીના ટેન્કરો મંગાવી પાણી પીવુ પડે છે.ત્યારે હવે આ મામલે સ્થાનિકોને અધિકારીઓ અને નેતાઓ પર પર રોષ છે. સ્થાનિકોનું કહેવું છે કે, નેતાઓ વોટ લેવા આવે છે પણ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા ફરકાતા નથી. કોર્પોરેટરો અને અધિકારીઓ માત્ર આશ્વાસન જ આપે છે પાણી નથી આપતા. આટલુ જ નથી અધિકારીઓ કચેરીમાં મળતા જ નથી તો સમસ્યાનું સમાધાન કેવી રીતે લાવશે. 

આ સમાચાર શેર કરો