VIDEO: ઉમરપાડાના આમલી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે
સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તારમાં અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ કારણે આમલી ડેમમાં પાણીની આવકમ

સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તારમાં અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ કારણે આમલી ડેમમાં પાણીની આવકમાં મોટો વધારો નોંધાયો છે. વહીવટીતંત્ર દ્વારા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી ૧૧૨.૧૦ મીટર નોંધાઈ છે. ડેમનું રૂલ લેવલ ૧૧૩ મીટર છે. તેની ભયજનક સપાટી ૧૧૫.૮૦ મીટર નક્કી કરાઈ છે. ડેમમાં પાણીની આવક ૯૫૭૪ ક્યુસેક થઈ રહી છે. આમલી ડેમના કુલ આઠ દરવાજાઓ પૈકી છ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી ૯૫૭૪ ક્યુસેક પાણી નીચે છોડાઈ રહ્યું છે. આ પાણી છોડવાના કારણે માંડવી તાલુકાના પંદર ગામોને વિશેષ એલર્ટ અપાયા છે. સુરક્ષા માટે લોકોનું નદી કાંઠે જવું સંપૂર્ણપણે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યું છે.



