VIDEO : વડોદરામાં વિશ્વામિત્રી નદી ભયજનક સ્તરે, નદીકાંઠાના વિસ્તારોના લોકોને સલામત સ્થળે જવા અપાઈ સૂચના
વડોદરામાં ભારે વરસાદના પગલે વિશ્વામિત્રી નદી ભયજનક સ્તરે પહોંચી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ
વડોદરામાં ભારે વરસાદના પગલે વિશ્વામિત્રી નદી ભયજનક સ્તરે પહોંચી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ માટે છ કરતા વધુ ટીમો બનાવવામાં આવી છે. માઈકના માધ્યમથી લોકોને સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે. સાથે જ મ્યુનિસિપલ કમિશ્નરે પણ નદીકાંઠાના વિસ્તારોના લોકોને સલામત સ્થળે જવા અપીલ કરી છે.




