VIDEO: કેવડી ગામે અધૂરો રસ્તો મુદ્દે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ, કોન્ટ્રાક્ટર સામે રોષ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેવડી ગામના મેન ફળિયામ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેવડી ગામના મેન ફળિયામાં અધૂરા રસ્તાને લઈને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. દોઢ કરોડના ખર્ચે મંજૂર થયેલા બે કિલોમીટરના રસ્તાનું કામ 2025માં પૂર્ણ થવાનું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરે માત્ર મેટલ પાથરી કામગીરી અધૂરી છોડી દીધી હોવાનો આક્ષેપ છે. કાચા મેટલના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી. તંત્રનું ધ્યાન દોરવા માટે ગ્રામજનોએ રસ્તા પર પાથરેલા મેટલ ઉછાળી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. પંચાયત માર્ગ અને મકાન વિભાગે એજન્સીને નોટિસ ફટકારી હોવા છતાં કામ પૂર્ણ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



