મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કેવડીયા ખાતે એકતા દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ, પરેડમાં સુરક્ષા ફોર્સના જવાનો બતાવશે કરતબો

એકતા નગર કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ખાસ રાષ્ટ્રીય

કેવડીયા ખાતે એકતા દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ, પરેડમાં સુરક્ષા ફોર્સના જવાનો બતાવશે કરતબો

એકતા નગર કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ખાસ રાષ્ટ્રીય એક્તા પરેડ સૌથી મોટું આકર્ષણ છે. કેમકે આ રાષ્ટ્રીય એકતા પરેડમાં દેશના NSG કમન્ડો, CHETAK કમાંડો, આર્મી, બી.એસ એફ, એરફોર્સ, સહિત CISF,SRP, NCCના કેડેટ સહિત સુરક્ષા ફોર્સ પોતાના વિવિધ કરતબો રજૂ કરશે.જે અંગેની પ્રેક્ટિસ ચાલી રહી છે. 

ખાતમુહૂર્ત અને લોકાર્પણ

સવારથી સાંજ સુધી એકતા પરેડ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ ચાલી રહી છે. સાથે આ પ્રોગ્રામમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 અને 31 તારીખે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં આવશે. 30 તારીખે નરેન્દ્ર મોદી 1 વાગે કેવડિયા હેલિપેડ ખાતે આગમન કરશે ત્યાર બાદ અનેક નવા પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

નર્મદા આરતી 

30મી તારીખે સાંજે નર્મદા આરતીમાં વડાપ્રધાન ભાગ લેશે. જ્યાં દિવાળી હોઈ એટલે દીપોસત્વ મનાવશે. જેમાં ખાસ 1.50 લાખ દીવડા સળગાવી માં નર્મદાની આરતી થશે અને બીજા દિવસે 31 ઓકટોમ્બરના રોજ સવારે 8 વાગે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પઆંજલી અર્પણ કરશે અને 9 વાગે પરેડ ગ્રાઉન્ડ ખાતે આવશે. 

આ સમાચાર શેર કરો