મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: વિનેશ ફોગાટનું ઇમલોટા ગામમાં પહોંચતા કરાયું ભવ્ય સ્વાગત

રેસલર વિનેશ ફોગાટ પેરિસથી આજે સવારે ભારત આવી પહોંચી હતી. જ્યાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર

રેસલર વિનેશ ફોગાટ પેરિસથી આજે સવારે ભારત આવી પહોંચી હતી. જ્યાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિનેશ ફોગાટનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સેંકડો લોકોની ભીડ અને તેના પરિવારને જોઈને તે ભાવુક થઈ ગઈ અને રડી પડી હતી. ત્યારે વિનેશ ફોગાટનું ભિવાની જિલ્લાના ઇમલોટા ગામમાં પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. 

બજરંગ અને સાક્ષીને મળીને વિનેશ પોતાના આંસુઓને ન રોકી શકી અને ખૂબ રડી. સાક્ષી મલિકે વિનેશના સ્વાગત પર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે વિનેશે દેશ માટે જે કર્યું છે તે ખૂબ જ ઓછા લોકો કરી શકે છે. તેને હજુ વધારે સમ્માન અને પ્રશંસા મળવી જોઈએ. તેણે મેડલ માટે પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કર્યો. 

વિનેશ ફોગાટને ફાઈનલ મેચ પહેલા ડિસક્વોલિફાય કરાઈ હતી

વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિનેશ 50 કિલો રેસલિંગ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. જોકે, ફાઈનલ પહેલા તેનું વજન 100 ગ્રામ વધારે હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેને ડિસક્વોલિફાય કરવામાં આવી હતી. 

સિલ્વર મેડલની અપીલ સીએએસએ ફગાવી દીધી હતી

વિનેશ ફોગાટે તેને ડિસક્વોલિફાય કરવાને લઈને કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ કરી અને માગ કરી કે તેને સંયુક્ત સિલ્વર મેડલ આપવામાં આવે. જોકે, સીએએસે સ્ટાર રેસલર વિનેશ ફોગાટની અપીલ ફગાવી દીધી હતી.

આ સમાચાર શેર કરો