VIDEO: થાનમાં ડુપ્લિકેટ ચલણી નોટો સાથે યુવક ઝડપાયો, પોલીસ શરુ કરી તપાસ

સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં ખાખરાળી ચોકડી નજીક એક યુવક નકલી ચલણી નોટો સાથે ઝડપ

સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં ખાખરાળી ચોકડી નજીક એક યુવક નકલી ચલણી નોટો સાથે ઝડપાયો છે. આ ઘટનામાં પોલીસે આશિષ મોરી નામના યુવકની 97 ડુપ્લિકેટ 500 રૂપિયાની નોટો સાથે અટકાયત કરી. આ યુવક થાનના અલગ-અલગ વિસ્તારોમાં વેપારીઓ પાસેથી વસ્તુઓની ખરીદી કરીને આ નકલી નોટોનો ઉપયોગ કરતો હતો. આ ઘટનાએ સ્થાનિક વેપારીઓમાં ચિંતા ફેલાવી છે.

જોકે, આ નકલી નોટો ક્યાંથી છપાઈ અને કેવી રીતે ફેલાવવામાં આવી તે અંગે હજુ સુધી પોલીસને કોઈ ચોક્કસ માહિતી મળી નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત