મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કૌટુંબિક ઝઘડાનું ગંભીર પરિણામ, પરિવારના જ સભ્યોએ પિતરાઈ ભાઈને માર્યો ઢોર માર

વડોદરા શહેરમાં અસામાજિક તત્વો બેફામ થયા હોય તેવા બનાવો અવારનવાર સામે આવ

વડોદરા શહેરમાં અસામાજિક તત્વો બેફામ થયા હોય તેવા બનાવો અવારનવાર સામે આવે છે, પાણીગેટ મુખ્ય માર્ગ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાની ઘટના ફરી એકવાર સામે આવી છે.રવિવારની મોડીરાત્રે લગ્ન પ્રસંગમાંથી પરિવાર સાથે પરત ફરી રહેલા હિતેશ કહાર પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો.

કૌટુંબિક ઝઘડાને લઈને હિતેશને માર માર્યો

અસામાજિક તત્વોએ તલવાર અને ચાકુથી હુમલો કરાયો હતો, કૌટુંબિક ઝઘડા માં હુમલો થતાં વિસ્તાર માં ચકચાર મચી છે, નિલેશ કહાર, હર્ષ કહાર અને શિવમ કહારે કૌટુંબિક ઝઘડાને લઈને હિતેશને માર માર્યો હતો.

આ પણ વાંચો: આણંદ:તારાપુર-વટામણ હાઇવે પર શ્વાન આડું ઉતરતા કાર રેલિંગ સાથે અથડાઈ, બેના મોત

ત્રણેય હુમલાખોરોને ઝડપી લીધા 

સમગ્ર મામલે પાણીગેટ પોલીસે ફરિયાદનાં આધારે ત્રણેય હુમલાખોરો ને ઝડપી લીધા હતા,અને ત્રણેય હુમલાખોરો ને બનાવ સ્થળે લઇ ને આવ્યા હતા અને સમગ્ર ઘટનાનું રીકન્ટ્રકશન કરાવ્યું હતું,

આ સમાચાર શેર કરો