VIDEO: ખેડૂતોને જ્યારે જરૂર છે ત્યારે જ વીજળી ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો
VIDEO: ગુજરાતની કેબિનેટ અને રાજ્યના સીએમ જમીની સ્તરનો તાગ મેળવતા
VIDEO: ગુજરાતની કેબિનેટ અને રાજ્યના સીએમ જમીની સ્તરનો તાગ મેળવતા નથી. તાગ મેળવ્યા બાદ ગમે તેવી જાહેરાતો કરી દે છે. આ અંગે ખેડૂત નેતા પાલ આંબલિયાએ રાજ્યમાં વીજળી અંગેની જાહેરાત બાદ તેમને નિવેદન આપ્યું હતું. રાજ્યમાં 10 કલાક વીજળી આપવાની વાત તો દૂર રહીં 8 દિવસમાં કુલ 8 કલાક વીજળી મળતી નથી. હકીકત તપાસ કર્યા વગર સીએમ 10 કલાક વીજળી આપશે તેવી જાહેરાત કરી દે છે. મુખ્યમંત્રી એ 10 કલાક વીજળી આપવાની નહિ પણ દિવસે 8 કલાક વીજળી આપવાના વાયદા પાછા ખેંચતી પ્રેસ કોંફરન્સ કરવી જોઈએ.
વધુમાં પાલ આંબલિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં ખેડૂતોને જ્યારે જરૂર છે ત્યારે જ વીજળી ન મળતી હોવાની ફરિયાદો છે. ખેડૂતોને 8 દિવસમાં 8 કલાક વીજળી નથી મળતી. વીજ ચેકિંગ માટે ગાડી સ્ટાફ છે તો ફરિયાદ નિવારણ માટે કેમ નહિ ?? જે ફીડરમાં 100TCની કેપેસિટી હોય ત્યાં 1000TC આપી દીધા છે. એક ફીડરમાં 10 કિલોમીટરની કેપેસિટી હોય ત્યાં 100 કિલોમીટરની લાઈનો પાથરી દીધી છે. જેથી આ તો સારું થયું કે એવી જાહેરાત ન કરી કે અમે દિવસ રાતમાં 25 કલાક વીજળી આપીશું.







