VIDEO: ભાજપના આગેવાનો પાસે ફોર્મ ખેંચાવવા માટે કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા?, આપ નેતાના આકરા સવાલ
ઉપલેટાના કોલકી ગામે આમ આદમી પાર્ટીની જાહેર સભા ય
ઉપલેટાના કોલકી ગામે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી. પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોના સમર્થનમાં પહોંચેલા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. ઈસુદાન ગઢવીએ સુરતના હવાલા કાંડ મામલે પલટવાર કરતા ગઢવીએ સવાલ કર્યો કે, "ભાજપના આગેવાનો પાસે ફોર્મ ખેંચાવવા માટે કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા?" તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ આંગડિયા મારફતે નાણાં મંગાવી તંત્રનો દુરુપયોગ કરી રહ્યું છે. આ સભા દરમિયાન કોંગ્રેસના ૨૦ જેટલા કાર્યકરોએ છેડો ફાડી ઈસુદાનના હસ્તે ખેસ ધારણ કરી વિધિવત રીતે 'આપ' માં પ્રવેશ કર્યો હતો.







