VIDEO: માંગરોળના ઘેડપંથકના 6 ગામોમાં જળબંબાકારની સ્થિતિ, કમરડૂબ પાણીમાં લોકો રહેવા મજબૂર

ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે અને એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા

ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે અને એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા રાજ્યના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ

જેમાં સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 13.31 ઈંચ નોંધાયો છે. જ્યારે કેશોદમાં 11.22 ઈંચ, વંથલીમાં 10.29 ઈંચ, પોરબંદરમાં 10.24 ઈંચ, ગણદેવીમાં 9.21 ઈંચ, માણાવદરમાં 8.23 ઈંચ, ચિખલીમાં 7.83 ઈંચ, કપરાડામાં 7.83 ઈંચ, કુતિયાણામાં 6.93 ઈંચ, રાણાવાવમાં 6.69 ઈંચ, ડોલવણમાં 6.61 ઈંચ, નવસારીમાં 5.98 ઈંચ, જલાલપોરમાં 5.79 ઈંચ, વરસાદ નોંધાયો હતો.  જ્યારે 103 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

જાહેરાત

 ઘેડ વિસ્તારના ગામો અતિભારે વરસાદને કારણે જળબંબાકાર થયા 

જુનાગઢના માંગરોળ પંથકના ઘેડ વિસ્તારના ગામો અતિભારે વરસાદને કારણે જળબંબાકાર થયા છે. સામરડા, ફુલરામા, બગસરા, ઘોડાદર, સરમા, સાઢા સહિતના ઘેડના ગામોમાં ઓઝત નદીના પાણીએ રસ્તાઓ પર કબજો જમાવ્યો છે, જેના લીધે તમામ ગામોનો બાહ્ય સંપર્ક તૂટી ગયો છે.

લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  છેલ્લા બે દિવસથી ચાલી રહેલા મુશળધાર વરસાદે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. ઓઝત સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યા હોવાથી પાણી છલકાઈ રહ્યું છે, જેના કારણે ઘેડ પંથક જળમગ્ન બન્યું છે. વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે, અને લોકોને સલામત સ્થળે ખસેડવાના પ્રયાસો ચાલુ છે.  

આ સમાચાર શેર કરો

જાહેરાત