VIDEO: છોટાઉદેપુરમાં વીજ ચેકિંગ અધિકારીઓને ગ્રામજનોએ ઘેર્યા, માંગ કરી કે ''પહેલા વીજળી આપો, પછી ચેકિંગ કરો''
ગુજરાતના છોટા ઉદેપુરમાંથી ખાસ અહેવ
ગુજરાતના છોટા ઉદેપુરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં છોટાઉદેપુર તાલુકાના બોર્ડર વિલેજના 45થી વધુ ગામોમાં ગંભીર વીજપુરવઠાની સમસ્યા સામે આવી છે. રંગપુર ગામે મધ્યગુજરાત વીજ કંપનીના અધિકારીઓ વીજ લાઇન ચેકિંગ માટે પહોંચતા સ્થાનિક લોકોએ તેમને રોકી લીધા હતા. પહેલા વીજળી આપો, પછી ચેકિંગ કરો એવી માંગ સાથે ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર ચકમક ઝરી હતી. પોલીસ બંદોબસ્ત સાથે આવેલી છ જેટલી ચેકિંગ ટીમોને પરત મોકલવામાં આવી હતી.
વીજ મેન્ટેનન્સ અને નવા સબસ્ટેશન ઉભા કરવામાં આવતા નથી
ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં વીજ મેન્ટેનન્સ અને નવા સબસ્ટેશન ઉભા કરવામાં આવતા નથી, જેના કારણે ખેડૂતોને સિંચાઈ અને ઉપકરણોમાં નુકસાન ભોગવવું પડે છે. ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.




