મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Chhota udepur news : 45 ગામના ખેડૂતો વીજ સમસ્યાથી પરેશાન, સ્થાનિકોએ હવે આ પગલાં ભરવા શરૂ કર્યા

Chhota Udepur news : છોટાઉ

Chhota udepur news : 45 ગામના ખેડૂતો વીજ સમસ્યાથી પરેશાન, સ્થાનિકોએ હવે આ પગલાં ભરવા શરૂ કર્યા

Chhota Udepur news : છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના રંગપુર ગામે મધ્યગુજરાત વીજકંપનીની 6 ટીમો પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ માટે આવતા તેઓને ગ્રામજનો દ્વારા રોકવામાં આવ્યા હતા. અને  ગ્રામજનોનો આક્ષેપ હતો કે, બહારથી અધિકારીઓ અહીં આવીને ચેકિંગ કરીને જતા રહે છે. અમે પહેલા પણ ગાડીઓ રોકીને રજૂઆત કરી હતી અમે મધ્ય ગુજરાત વીજકંપનીની ઓફિસમાં ચારથી પાંચ વાર રજૂઆત કરી છે. પરંતુ અમારી સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું અને મધ્યગુજરાત વીજકંપનીના ઓફિસના અધિકારીઓ અમારી રજૂઆત સાંભળતા નથી

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, વારંવાર વીજપુરવઠો ખોરવાતો હોવાથી વીજ ઉપકરણોને ભારે નુકસાન થાય છે. જ્યારે મધ્યગુજરાત વીજકંપનીના અધિકારીઓ લોકોની સમસ્યાઓનો કોઈ ઉકેલ લાવતા નથી. અને વારંવાર મોટા મોટા કાફલા સાથે વીજ ચેકિંગ કરવા ગામડાઓમાં ત્રાટકે છે. જ્યારે છોટાઉદેપુર તાલુકાના બોર્ડર વિલેજના ગામડાંઓના લોકોએ નિયમિત વીજ પુરવઠો મળે તે માટે અનેક વાર મધ્યગુજરાત વીજકંપનીના અધિકારીઓને રજૂઆત કરવા છતાંય સમસ્યાનું નિરાકરણ ના આવતા ગામડાઓમાં લોકોએ હવે વીજ ચેકિંગ માટે આવતી ટીમોને રોકવાનું શરૂ કર્યું છે.

છોટાઉદેપુર તાલુકાના બોર્ડર વિલેજના 45થી વધુ ગામોમાં વીજપુરવઠાની સમસ્યા હોવાનું સામે આવ્યું છે. છોટાઉદેપુર તાલુકાના રંગપુર ગામે મધ્યગુજરાત વીજકંપનીના અધિકારીઓ વીજલાઇનની ચેકિંગમાં જતાં સ્થાનિક લોકોએ તેઓને ઘેરીને પહેલા વીજળી આપો પછી ચેકિંગ કરજો તેમ કહ્યું હતું. આ દરમિયાન ગ્રામજનો અને મધ્યગુજરાત વીજકંપની અધિકારીઓ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. જેમાં ચેકિંગ કરવા આવેલી વીજકંપનીની 6 જેટલી ટીમોને પરત મોકલીને સ્થાનિક યુવાનો વીડિયો વાયરલ કર્યો હતો.

વીજ કંપનીના અધિકારીઓને સ્થાનિકોએ ઘેરીને કરી ફરિયાદ
મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર તાલુકાના બોર્ડર વિસ્તારના ગામડાંઓમાં વીજપુરવઠાની ગંભીર ફરિયાદો છે. જેમાં લગભગ 45થી વધુ ગામડાં સહિતના વિસ્તારમાં વારંવાર વીજપુરવઠો ખોરવાતા હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. આ બાબતે સ્થાનિકોએ છોટાઉદેપુર મધ્યગુજરાત વીજકંપનીના અધિકારીઓને વારંવાર અનેક રજૂઆત કરી છે. પરંતુ વીજલાઈનોનું મેન્ટેનન્સ તેમજ નવા સબસ્ટેશન ઊભા ન કરાતા ખેડૂતોને સિંચાઈનું પાણી લેવામાં મુશ્કેલનો સામનો કરવો પડી રહ્યો છે. 

આ સમાચાર શેર કરો