મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો

વડોદરાના યાકુતપુરા ઘરફોડ ચોરી કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી

વડોદરાના યાકુતપુરા ઘરફોડ ચોરી કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ચોરી કરેલા સોનાના દાગીના વેચવા ફરતા અનસ દૂધવાલાની આજવા રોડ બહાર કોલોની વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી હતી. આરોપીએ યાકુતપુરા વિસ્તારમાં ચાર લાખ રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે, જેમાં સોનાના દાગીના, યુકેના પાઉન્ડ અને રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. ફરિયાદી પરિવાર હાલોલ ગયો હોવાની માહિતી મળતા આરોપીએ અગાઉ રેકી કરી ચોરીને અંજામ આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીને એક દિવસના રિમાન્ડ પર લઈ ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું. અને વધુ તપાસ હાથ ધરી છે.  

આ સમાચાર શેર કરો