VIDEO: Vadodara / ગોત્રી GMERSમાં નર્સિંગ સ્ટાફની ગંભીર બેદરકારી; ટીબીની સારવાર માટે આવેલી મહિલાને ખોટું લોહી ચઢાવાતા તબિયત લથડી
વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છ
વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે. ટીબીની સારવાર માટે દાખલ આણંદની પરિણીતાને જરૂરી તપાસ વગર અન્ય દર્દીનું બ્લડ ગ્રુપ ચઢાવી દેવામાં આવ્યું હતું. પરિવારજનો લોહી લઈને પરત ફર્યા ત્યારે આ છબરડો બહાર આવતા હોસ્પિટલમાં હંગામો મચી ગયો હતો. ખોટું લોહી ચઢતા દર્દીની તબિયત લથડતા તાત્કાલિક ICUમાં ખસેડાયા છે. ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે, જ્યારે પરિવારજનોએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટનાએ સરકારી આરોગ્ય સેવાઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નચિહ્ન મૂક્યું છે.

