VIDEO/ વડોદરા: હેરિટેજ માંડવીના રિસ્ટોરેશનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કરોડોના ખર્ચ બાદ પણ સ્થિતિ 'જૈસે થે'
વડોદરાના ઐતિહાસિક માંડવી ખાતે ચાલી રહેલી રીસ્ટોરેશન અને નવીનીકરણ કામગીરી સ
વડોદરાના ઐતિહાસિક માંડવી ખાતે ચાલી રહેલી રીસ્ટોરેશન અને નવીનીકરણ કામગીરી સામે હવે સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસ આગેવાનો દ્વારા આ કામગીરીમાં બેદરકારી અને તંત્રની ઉદાસીનતા અંગે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. શહેરની શાન ગણાતી અને હેરિટેજ સ્થળ તરીકે ઓળખાતી માંડવીમાં કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું હોવાના આક્ષેપ સાથે યોગ્ય મોનીટરીંગ ન થતું હોવાની પણ ફરિયાદ ઉઠી છે. આગેવાનોના જણાવ્યા અનુસાર મનફાવે ત્યારે એક-બે કામદારો આવી સમારકામ કરી રહ્યા છે, જ્યારે અગાઉ પણ માંડવીના રીસ્ટોરેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. નોંધનીય છે કે ગત વર્ષે એપ્રિલમાં કાંગરા ખરતા મંદિરના પૂજારી હરિઓમ વ્યાસજીએ ચંપલ ન પહેરવાનો સંકલ્પ કર્યો હતો અને છેલ્લા એક વર્ષથી તેઓ ખુલ્લા પગે ચાલી રહ્યા છે.


