મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અરવલ્લીના બાયડ તાલુકામાં માર્ગ અકસ્માતમાં બે મહિલાઓના મોત

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અલવા પ્રાથમિક શાળા નજીક માર્ગ અકસ્માતમાં બે મહિલાઓના મોત થય

તસવીર: gstv

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અલવા પ્રાથમિક શાળા નજીક માર્ગ અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા છે...બાયડ તરફથી આવી રહેલા આઈશરે બાઈકને જોરદાર ટક્કર મારતા બે મહિલાઓના મોત થયા છે.મૃતક મહિલાઓની ઓળખ બિલવણીયા ગામની પરમાર ભાવનાબેન રમેશભાઈ અને સીતાબેન રમેશભાઈ તરીકે થઈ છે. એક અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને વાત્રક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. એક જ ગામની બે મહિલાઓના મોતથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે. અકસ્માત બાદ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બાયડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો