VIDEO: વલ્લભીપુરના કેરી નદીના પ્રવાહમાં કાર સાથે બે લોકો તણાયા, ભારે જહેમત બાદ બન્નેનું કરાયું રેસ્ક્યું
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નશીતપુર ગામે મોટી દુર્ઘટ
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નશીતપુર ગામે મોટી દુર્ઘટના ટળી હતી. નસવાડીના બે વ્યક્તિઓ સવારના સમયે ઈકો ગાડીમાં પસાર થતા હતા, ત્યારે કેરી નદીના ધસમસતા પ્રવાહમાં તેમની કાર ફસાઈ ગઈ હતી . ભારે વરસાદને કારણે નદીનું જળસ્તર વધી જતાં ગાડી પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી.આ ઘટનાને નજીકથી જોનારા સ્થાનિક લોકોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી.
દોરડાની મદદથી બે કલાકની ભારે જહેમત બાદ કારમાં સવાર બે વ્યક્તિને બચાવ્યા
ગ્રામજનોએ માનવ સાંકળ રચી અને દોરડાની મદદથી બે કલાકની ભારે જહેમત બાદ કારમાં સવાર બે વ્યક્તિઓને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા. આ ઉપરાંત, નજીકના ગામમાંથી જેસીબી બોલાવીને ઈકો ગાડીને પણ નદીના પ્રવાહમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી.







