VIDEO: વિધાનસભા ચૂંટણીમાં TVKનો દબદબો, તમિલનાડુમાં આવતીકાલે યોજાઈ શકે છે શપથ ગ્રહણ સમારોહ
તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટીએ દમદાર પ્રદર્શન કર્યું છે
તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટીએ દમદાર પ્રદર્શન કર્યું છે, તો બીજી તરફ અહેવાલ સામે આવ્યા છે કે તમિલનાડુમાં આવતીકાલે નવી સરકારના શપથ ગ્રહણ યોજાઈ શકે છે.,તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો બાદ રાજ્યમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સુપરસ્ટાર વિજયની પાર્ટી 'તમિલગા વેત્રી કષગમ' (TVK) સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે અને હવે કોંગ્રેસે તેને ટેકો જાહેર કરતા રાજ્યમાં નવા સમીકરણો રચાયા છે. તો બીજી તરફ આજે બપોરે રાજ્યપાલ સાથે TVK પાર્ટીના વડા વિજય થલાપતી મુલાકાત કરી શકે છે.



