VIDEO/ Tamil Nadu Assembly Elections: અભિનેતા અરવિંદ સ્વામીએ સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહીને આપ્યો વોટ
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માટે આજે તારીખ 23 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા ચાલી રહ
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માટે આજે તારીખ 23 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં અનેક જાણીતી હસ્તીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહી છે. આ દરમિયાન લોકપ્રિય અભિનેતા અરવિંદ સ્વામી ચેન્નાઈના સ્ટેલા મેરિસ કોલેજ ખાતેના મતદાન મથક પર વોટ આપવા પહોંચ્યા હતા. તેમણે લાઈનમાં ઊભા રહીને સામાન્ય નાગરિકની જેમ પોતાનો મત આપ્યો હતો. તમિલનાડુની તમામ 234 બેઠકો પર એક જ તબક્કામાં યોજાઈ રહેલા આ મતદાનમાં ફિલ્મી સિતારાઓની હાજરી મતદારોમાં અનેરો ઉત્સાહ જગાવી રહી છે. અરવિંદ સ્વામીએ મતદાન કર્યા બાદ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી લોકોને લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા અને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી.


