VIDEO/ Tamil Nadu Assembly Elections:TVK ચીફ વિજયે ચેન્નાઈમાં કર્યું મતદાન, બે બેઠકો પરથી નસીબ અજમાવશે
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026માં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં ટીવ
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026માં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં ટીવીકે ચીફ અને સુપરસ્ટાર વિજયે ચેન્નાઈના એક મતદાન મથક પર પહોંચીને પોતાનો વોટ આપ્યો હતો. વિજય આ ચૂંટણીમાં તિરુચિરાપલ્લી ઇસ્ટ અને પેરામ્બુર એમ બે બેઠકો પરથી ઉમેદવાર તરીકે મેદાનમાં છે. આ ચૂંટણી પહેલા તેમની લોકપ્રિયતા ચરમસીમાએ જોવા મળી છે અને તેમની રેલીઓમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની આ એન્ટ્રીએ રાજ્યના રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. ચાહકો અને મતદારોમાં તેમના પ્રત્યેના ભારે ઉત્સાહને જોતા આ બેઠકો પરનો જંગ ખૂબ જ રસપ્રદ બની રહ્યો છે.




