VIDEO: વડોદરામાં ટ્રક ચાલકે જોયા વિના રિવર્સ લીધું, પાછળ યુવક કચડાઈને મૃત્યુ પામ્યો
વડોદરા હાલોલ રોડ પર કોટાલી ગામ પાસે સિન્ટેક્ષ ટ્રાન્સપોર્ટરની કન્ટેઈનર ટ્રક ચાલકે રિવર્સ લેતી વખતે
વડોદરા હાલોલ રોડ પર કોટાલી ગામ પાસે સિન્ટેક્ષ ટ્રાન્સપોર્ટરની કન્ટેઈનર ટ્રક ચાલકે રિવર્સ લેતી વખતે યુવકને કચડી નાખ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ બહાર આવ્યા છે. જેમાં કન્ટેનર ચાલકે રિવર્સ લેતી વખતે કંપાઉન્ડ વોલને અડીને ઉભેલા સદ્દામખાન મહોમદ્દખાન મેવ નામક વ્યક્તિને દિવાલ સાથે દબાવી દેતા તેમને ગંભીર ઇજા થઇ હતી જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ યુવકનું મોત થયું હતું.
આ પણ વાંચો : વડોદરામાં ખેતરના મજુરીકામે ગયેલી યુવતીનું કવચ નદી કિનારે રહસ્યમયી મોત
મૂળ રાજસ્થાનના અને હાલમાં અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહેતા રમજાનખાન ઇસાક મેવે જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જરોદ પોલીસે કન્ટેઈનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.




