મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીમાં બે દિવસ પહેલા થયેલા યુવાનની ચકચારી હત્યાનો ભેદ ઉકેલાયો

નવસારી શહેરના રિંગરોડ વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલી ય

નવસારી શહેરના રિંગરોડ વિસ્તારમાં બે દિવસ પહેલા  થયેલી યુસુફ શેખ નામના યુવાનની ચકચારી હત્યાનો ભેદ ઉકેલી એલસીબી પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. સુરતના હિસ્ટ્રીશીટર એવા આ ચારેય શખ્સોએ યુવાનને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે બારડોલી-માંડવી રોડ પર આવેલા કંટાળી ગામેથી આ હત્યારાઓને ઝડપી લીધા છે. પકડાયેલા ગુનેગારો રીઢા ગુનેગાર છે અને તેમની વિરુદ્ધ દક્ષિણ ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ૩૧ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો