VIDEO: પોળો ફોરેસ્ટના નયનરમ્ય આકાશી દૃશ્યો કરી દેશે મંત્રમુગ્ધ
ઉત્તર ગુજરાતનું મીની કાશ્મીર ગણાતું પોળો ફોરેસ્ટ પોતાની નૈસર્ગિક સુંદરતાથી પર્યટકો
ઉત્તર ગુજરાતનું મીની કાશ્મીર ગણાતું પોળો ફોરેસ્ટ પોતાની નૈસર્ગિક સુંદરતાથી પર્યટકોને મંત્રમુગ્ધ કરી રહ્યુ છે. અરવલ્લીની ગિરિકાંદરાઓમાં આવેલું આ જંગલ ચોમાસાની ઋતુમાં દક્ષિણ ભારતના ઘાટ જેવું મનોહર દૃશ્ય રજૂ કરે છે. ઝરઝર વહેતા ઝરણા અને ડુંગરોની વચ્ચેથી વહેતી નદીઓનું કુદરતી વાતાવરણ શાંતિનો અનુભવ કરાવે છે. અહીંના નયનરમ્ય આકાશી દૃશ્યો અને સોળેકળાએ ખીલેલી વનરાજી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.પોળો ફોરેસ્ટમાં આવેલું વરચેનું જૈન મંદિર આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે, જે પ્રાચીન ધાર્મિક સ્થળ તરીકે પ્રસિદ્ધ છે.



