VIDEO: સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યાએ રાજકીય માહોલ ગરમાવ્યો
પશ્ચિમ બંગાળના મધ્યમગ્રામમાં સુવેન્દુ અધિકારીના PA ચંદ્ર
પશ્ચિમ બંગાળના મધ્યમગ્રામમાં સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યાએ રાજકીય માહોલ ગરમાવ્યો છે. હત્યાના માત્ર બે કલાક પહેલા ચંદ્રનાથ રથ સુરતના ભાજપ અગ્રણી ડોક્ટર પ્રકાશ ચંદ્ર સાથે જોવા મળ્યા હતા, જ્યાં બંનેએ સાથે ચા પીધી અને ચૂંટણીલક્ષી કોન્ફરન્સ મીટિંગમાં ભાગ લીધો હતો. રાત્રે લગભગ 10:30 વાગ્યે ઘરે જમવા જાઉં છું કહી નીકળેલા ચંદ્રનાથ પર હુમલાખોરોએ ગાડી રોકી પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ વરસાવી હત્યા કરી દીધી હતી. પ્રકાશ ચંદ્રના જણાવ્યા અનુસાર આ કોઈ સામાન્ય ઘટના નહીં પરંતુ પૂર્વ આયોજનબદ્ધ મોટું ષડયંત્ર હોઈ શકે છે. હુમલાખોરોએ અગાઉથી રેકી કરી હુમલો કર્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


