VIDEO: બંગાળમાં ફરી રાજકીય હિંસા, શુભેન્દુના PAની હત્યાથી ચકચાર, તપાસ માટે IG લેવલની SIT રચાઈ
VIDEO: પશ્ચિમ બંગાળના રાજકારણમાં લોહિયા
VIDEO: પશ્ચિમ બંગાળના રાજકારણમાં લોહિયાળ ખેલ ફરી શરૂ થયો છે.સીએમ પદના ચહેરો ગણાતા ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીના વિશ્વાસુની સરાજાહેર હત્યા થઈ છે..ત્યારે શું આ માત્ર રાજકીય વેર છે કે પછી કોઈ મોટું કાવતરું.
ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીના અત્યંત નજીકના અને છેલ્લા 12 વર્ષથી પડછાયાની જેમ સાથે રહેતા PA ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની ગંભીરતા જોતા રાજ્ય સરકારે તાત્કાલિક IG લેવલના અધિકારીની આગેવાનીમાં સીટ ની રચના કરી છે.ચંદ્રનાથ રથ માત્ર એક પીએમ નહોતાપરંતુ શુભેન્દુ અધિકારીનાઇલેક્શન મેનેજમેન્ટઅનેગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સના મુખ્ય સ્તંભ હતા.
હત્યા માટે નંબર પ્લેટ વગરની બાઈક અને ચોક્કસ લોકેશનની પસંદગી સૂચવે છે કે આ કોઈ આવેગમાં થયેલી ઘટના નથી, પરંતુ પ્રોફેશનલ રીતે પ્લાન કરવામાં આવેલટાર્ગેટ કિલિંગ હોવાનું મનાય છે..આ હુમલામાં કારનો ડ્રાઈવર પણ ઘાયલ થયો છે, જેની સારવાર કોલકાતાની SSKM હોસ્પિટલમાં ચાલી રહી છે. તેની મુલાકાત લેવા માટે શુભેન્દુ અધિકારી હોસ્પિટલ પહોંચ્યા હતા.






