મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: AMCના કોટ વિસ્તારના મલ્ટી લેવલ પાર્કિંગના લોકાર્પણમાં થશે વિલંબ, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોટ વિસ્

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોટ વિસ્તારમાં પાર્કિંગ ની સમસ્યા દૂર કરવા મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે પરંતુ લાંબો સમય થવા છતાં હજુ આ પાર્કિંગની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે.. પાર્કિંગ લોકાર્પણ માટે હજુ બે મહિના રાહ જોવી પડશે. પાર્કિંગ તૈયાર થઈ ગયા પછી યુનેસ્કો દ્વારા મહાનગરપાલિકાને કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે.. જેમાં પાર્કિંગના આગળના ભાગને હેરિટેજને અનુરૂપ કામગીરી કરવનું સુચન કરાયું છે...ત્યારે સ્થાનિક કોર્પોરેટર દ્વારા આ પાર્કિંગ વહેલી તકે ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. લોકોને પાર્કિંગની જગ્યા ના મળતા  વાહનો રોડ પર મૂકે છે ત્યારે તેઓના વાહનોને લોક કરી દંડ ફટકારવામાં આવે છે, શહેરમાં મધ્યઝોન ખાડીયા વોર્ડમાં આવેલ ૮૦ વર્ષ જુનું દાણાપીઠ ફાયર સેશન અને ૪૦ વર્ષ જુના ફાયર સ્ટાફ ક્વાર્ટસ ડીમોલીશન કરી નવું ફાયર સ્ટેશન, સ્ટાફ કવાર્ટસ અને મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે..પાંચથી છ વર્ષ પહેલા કોર્પોરેશને આ અંગે ટેન્ડર કર્યું પરંતુ કામગીરી અટકી અને ટેન્ડર રદ્દ કરી કરવામાં આવ્યું હતું. ૬૫ કરોડના ખર્ચે ફાયર સ્ટેશન અને મલ્ટિલેવલ પાર્કિંગની અંદાજિત મૂળ રકમ ૫૦થી ૫૨ કરોડ આસપાસ હતી. જે વધીને ૬૫ કરોડ આસપાસ પહોંચી...

આ સમાચાર શેર કરો