VIDEO/ તલોદના રામપુરમાં કેમિકલ માફિયાઓનો આતંક: 18 બોરમાં આવ્યું લાલ પાણી
ઉદ્યોગો રોજગારી તો આપી રહ્યાં છે. પરંતુ જીપીસીબીના ખાઈબદેલ તંત્રના કારણે ક
ઉદ્યોગો રોજગારી તો આપી રહ્યાં છે. પરંતુ જીપીસીબીના ખાઈબદેલ તંત્રના કારણે કેટલાક ઉદ્યોગકારો બેફામ બની ખેતીનું ધનોતપનોત કાંઢી રહ્યાં છે. સાબરકાંઠાના તલોદ તાલુકાનારામપુર ગામની આસપાસ આવેલી જીઆઇડીસી વિસ્તારમાં કાર્યરત કેટલી કંપનીઓ દ્વારા કેમિકલ યુક્ત પાણીને જમીનમાં ઉતારવામાં આવતું હોવાના આક્ષેપ થયા છે. અને તેના કારણે જ આ વિસ્તારના તમામ બોરમાં લાલ કલરનું પાણી આવી રહ્યું છે.
ગામના 18 બોરમાં જ તો આ જ સ્થિતિ છે.. સ્થાનિક લોકોએ અનેક વાર રજૂઆત કર્યા બાદ જીપીસીબીના અધિકારીઓએ આજે સ્થળ તપાસ કરી હતી જોકે જીપીસીબીની ટીમ ત્યાં આવી હોવાની વાત વહેતી થતા જ કેટલીક કંપનીઓના માલિકો કંપનીઓના ગેટ બંધ કરી ત્યાંથી પલાયન કરી ગયા હતા. ત્યારે હવે આ વિસ્તારના લોકોને આવા ઝેરી કેમિકલ યુક્ત પાણીથી થતા રોગનો ભોગ બનતા અટકાવવા માટે જીપીસીબીના ખાઈબદેલ અધિકારીઓનો અંતરઆત્મા જાગે તો સારૂ,,




