VIDEO: નવસારીમાં અકસ્માત બાદ આતંક: બેકાબૂ ટોળાએ એક પરિવાર પર કર્યો હુમલો, જાણો શું છે સમગ્ર મામલો
નવસારી

નવસારીના રિંગ રોડ પર આવેલી કાશીવાડી વિસ્તારમાં બે બાઈક વચ્ચે થયેલા અકસ્માત બાદ 30થી વધુના ટોળાએ એક પરિવાર પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. અકસ્માત બાદ બાઈક ચાલકને માર મારતા અટકાવવા બદલ ઉશ્કેરાયેલા અલી દારૂવાળા અને તેના સાથીદારોએ ઘરમાં ઘૂસી મહિલાઓ, બાળકો અને યુવાનોને ઢોર માર માર્યો હતો. આ હુમલા દરમિયાન ગુંડાઓએ ઘરમાં તોડફોડ કરી માસૂમ બાળકોને પહેલા માળેથી નીચે ફેંકવાનો ભયાનક પ્રયાસ પણ કર્યો હતો, જોકે મહિલાની આજીજી બાદ બાળકનો જીવ બચ્યો હતો. આ હિંસક ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા તમામ સભ્યોને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા ટાઉન PI કે. ડી. નકુમ અને LCB સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર અને હોસ્પિટલ દોડી ગયો હતો અને હાલ આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી સાથે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


