મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીમાં વસ્તી ગણતરીની કામગીરી શારીરિક રીતે અશક્ત શિક્ષકોને સોંપાતા વિરોધ, તંત્રની ખાતરી બાદ શાંત પડ્યો વિવાદ

રાજ્યમાં આગામી સમયમાં શરૂ થનારી વસ્તી ગણતરીની કામગીરી હવે વિવાદના વમળમાં

રાજ્યમાં આગામી સમયમાં શરૂ થનારી વસ્તી ગણતરીની કામગીરી હવે વિવાદના વમળમાં ફસાઈ છે. સરકાર દ્વારા શિક્ષકોને આ કામગીરીના ઓર્ડર પકડાવવામાં આવતા શિક્ષક સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે શિક્ષકો શારીરિક રીતે અશક્ત છે અથવા નિવૃત્તિની નજીક છે, તેમને પણ ફિલ્ડ વર્ક સોંપાતા શિક્ષકોએ નવસારી મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ હૈયા વરાળ ઠાલવી હતી.

શિક્ષકોનો સવાલ છે કે, જો તેઓ દાદર ચડી શકતા ન હોય તો ઘરે-ઘરે જઈને ગણતરી કેવી રીતે કરવી? તેવી વિમાસણમાં મુકાયા છે. શિક્ષકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ વગર દિવ્યાંગ અને ગંભીર બીમારીથી પીડાતા શિક્ષકોને પણ વસ્તી ગણતરીના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. જોકે તંત્રની ખાતરી બાદ હાલ પૂરતો વિવાદ શાંત પડ્યો હોય તેમ લાગે છે, પરંતુ શિક્ષકોની એ માંગ હજુ પણ અકબંધ છે. 


આ સમાચાર શેર કરો