મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તારાપુર હિટ એન્ડ રન આરોપી જેલભેગો, પોલીસે કાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

તારાપુર-ધર્મજ હાઈવે પર 8 મેના રોજ રમેશભાઈ વણકરને ટક્કર મારી મોતને ઘાટ ઉતાર

તારાપુર-ધર્મજ હાઈવે પર 8 મેના રોજ રમેશભાઈ વણકરને ટક્કર મારી મોતને ઘાટ ઉતારનાર હિટ એન્ડ રનના આરોપીને ઝડપી પાડવામાં તારાપુર પોલીસને મોટી સફળતા મળી છે. પી.આઈ. એ.બી. ગોહિલ અને તેમની ટીમે વાસદથી વટામણ સુધીના અંદાજે 50 જેટલા CCTV ફૂટેજ અને બોચાસણ ટોલ નાકાની વિગતો તપાસી શંકાસ્પદ બ્રેઝા કાર GJ-16-AF-9401 શોધી કાઢી હતી. આ મામલે પોલીસે બદલપુરના ધવલસિંહ માધવસિંહ સોલંકીની ધરપકડ કરી છે, જેણે અકસ્માતની કબૂલાત કરતા પોલીસે કાર જપ્ત કરી ભારતીય ન્યાય સંહિતા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો