VIDEO/ વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાઈ
આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં આવેલી BBIT કોલેજનું બિલ્ડિંગ ધડાકાભેર ધરાશાઈ થઈ.....રાત

આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં આવેલી BBIT કોલેજનું બિલ્ડિંગ ધડાકાભેર ધરાશાઈ થઈ.....રાત્રિના સમયે થયેલા આ ઘટનામાં મોટી જાનહાની ટળી છે. કોલેજ કેમ્પસમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી હતી અને 500થી વધુ વિદ્યાર્થીઓ હાજર હતા. ધડાકાના અવાજથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે વિદ્યાર્થીઓ ઉદય પટેલ સહિત અનેકએ ચોંકાવનારા દ્રશ્યો જોયા. કોલેજમાં રીનોવેશન અને નવી બાંધકામ કામગીરી ચાલી રહી હતી. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ અંગે પણ સવાલો ઉઠ્યા છે. ફાયર વિભાગ, પોલીસ અને સ્થાનિક પ્રશાસન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. તપાસ શરૂ કરવામાં આવી છે.
કોલેજનું બિલ્ડીંગ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું



