VIDEO/ સુરતના પલસાણામાં થયેલી ચકચારી હત્યાનો ભેદ ઉકેલાયો

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે ગત ૨૬ એપ્રિલના રોજ રાહી સોસાયટી પાસે થયેલી યુવાનની ચકચારી હત્યાનો ભેદ પો

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે ગત ૨૬ એપ્રિલના રોજ રાહી સોસાયટી પાસે થયેલી યુવાનની ચકચારી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. રવિવારી હાટ બજારમાં પ્રીતમ નામના યુવાન પર ત્રણ અજાણ્યા ઇસમોએ ચપ્પુ વડે હુમલો કરી તેની નિર્મમ હત્યા કરી હતી, જે મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર નીતિન બિઝાગરે સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક અને મુખ્ય આરોપી બંને એક જ યુવતીને પસંદ કરતા હોવાથી તેમની વચ્ચે ચાલી આવતી જૂની અદાવતમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. હાલ પલસાણા પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત