મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોરણ-10  અને ધોરણ-12 ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની જાહેરાત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગત 12 મેના રોજ ધોરણ-10  અને ધોરણ-12 ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની જાહેરાત કરી હતી. આ દરમિયાન શિક્ષણ બોર્ડે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની મુદતમાં બે દિવસ વધારો કર્યો છે એટલે 16 મે સુધી ફોર્મ ભરી શકાશે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, આ પૂરક પરીક્ષા 11થી 18 જૂન 2026 દરમિયાન યોજાશે. જેમાં ધોરણ-10 ઉપરાંત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પૂરક પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ અને અન્ય જરૂરી સૂચનાઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ  પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો