VIDEO: નેશનલ ડિફેન્સ એકેડમી ખાતે દીક્ષાંત સમારોહ નિમિત્તે આકર્ષક હવાઈ પ્રદર્શન
ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમે પુણે સ્થિત નેશનલ

ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમે પુણે સ્થિત નેશનલ ડિફેન્સ એકેડમી ખાતે 150માં કોર્સના દીક્ષાંત સમારોહ નિમિત્તે આકર્ષક હવાઈ પ્રદર્શન કર્યું હતું. સ્વદેશી બનાવટના પાંચ ધ્રુવહેલિકોપ્ટર સાથેની આ ટીમે આકાશમાં હૃદય આકારની રચના અને વિશિષ્ટ સારંગ સ્પ્લિટજેવા રોમાંચક કરતબ બતાવીને ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ વર્ષનું પ્રદર્શન ખાસ હતું કારણ કે ટીમે ચારને બદલે પાંચ હેલિકોપ્ટર સાથે પોતાની નવી અને જટિલ કરામતો રજૂ કરી હતી. આ ઐતિહાસિક પરેડમાં મહિલા કેડેટ્સની ત્રીજી બેચ પણ સ્નાતક થઈ હતી.જે સશસ્ત્ર દળોમાં નારી શક્તિના વધતા પ્રભાવને દર્શાવે છે.




