Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Indian Army's Cheetah helicopter crashes in Ladakh, 3 officers injured

લદ્દાખમાં ભારતીય સેનાનું ચીતા હેલિકોપ્ટર ક્રેશ, મેજર જનરલ સહિત 3 અધિકારીઓ ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
લદ્દાખમાં ભારતીય સેનાનું ચીતા હેલિકોપ્ટર ક્રેશ, મેજર જનરલ સહિત 3 અધિકારીઓ ઘાયલ
સોર્સ : GSTV

લદ્દાખ (Ladakh)ના દુર્ગમ વિસ્તારમાં ભારતીય સેનાનું ચીતા લાઇટ હેલિકોપ્ટર (Cheeta Light Helicopter) અકસ્માતનો શિકાર બન્યું હોવાની માહિતી સામે આવી છે. આ અકસ્માતમાં ડિવિઝન કમાન્ડર મેજર જનરલ સચિન મહેતા સહિત બે પાયલટ ઘાયલ થયા છે. રાહતની વાત એ છે કે ત્રણેયની હાલત હાલ સ્થિર (Stable) હોવાનું જણાવાયું છે.

App Store

20 મેના રોજ થયો હતો અકસ્માત

સેનાના અધિકારીઓ અનુસાર આ ઘટના 20 મેના રોજ લદ્દાખ સેક્ટરમાં બની હતી. હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટ અને મેજર જનરલ સચિન મહેતાને ઈજા પહોંચી હતી, પરંતુ સમયસર શરૂ કરાયેલા રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation)ને કારણે તમામને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

અકસ્માતની તપાસ માટે કમિટી રચાઈ

ભારતીય સેનાએ આ સમગ્ર ઘટનાની તપાસ માટે એક ઇન્ક્વાયરી કમિટી (Inquiry Committee) રચી છે. હાલ ટેક્નિકલ ખામી (Technical Fault), ખરાબ હવામાન (Weather Conditions) અથવા લેન્ડિંગ દરમિયાન આવેલી મુશ્કેલી જેવી વિવિધ સંભાવનાઓ પર તપાસ ચાલી રહી છે.

Image

સેનાએ જણાવ્યું કે તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ અકસ્માતના સાચા કારણો સામે આવશે.

દુર્ગમ વિસ્તારોમાં મહત્વની ભૂમિકા ભજવે છે ચીતા હેલિકોપ્ટર

ચીતા લાઇટ હેલિકોપ્ટરનો ઉપયોગ ભારતીય સેના દ્વારા મુખ્યત્વે સૈનિકો અને જરૂરી સામાનના પરિવહન (Logistics Support), દેખરેખ (Surveillance) અને ઇમરજન્સી મિશન (Emergency Mission) માટે કરવામાં આવે છે.

લદ્દાખ જેવા સંવેદનશીલ અને પહાડી વિસ્તારોમાં હવામાન અને ભૂગોળીય પરિસ્થિતિઓ ઘણીવાર પડકારજનક રહેતી હોય છે. આવી પરિસ્થિતિમાં સેનાના હેલિકોપ્ટર સતત ઓપરેશનલ ડ્યુટી પર રહે છે.

ઘાયલ અધિકારીઓની સારવાર ચાલુ

અકસ્માત બાદ ઘાયલ પાયલટો અને મેજર જનરલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સેનાના સૂત્રોએ જણાવ્યું કે હાલમાં તમામની હાલત જોખમથી બહાર છે અને સારવાર ચાલુ છે.

ભારતીય સેના આ ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે દરેક પાસાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.